Blog
SVKM GANDHINAGAR SCHOOLS TEACHER’S TRAINING 2025
- માર્ચ 12, 2025
- Posted by: admin
- Category: Uncategorized

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ગાંધીનગરની 3 ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાના ૧૧૮ જેટલા શિક્ષકો માટે તારીખ : 27/02/2025 સવારે 8.00 થી બપોરના 12.00 વાગ્યા સુધીની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો વિષય NEP 2020 : Innovative Teaching Practices હતું. જેમાં 5 star શિક્ષક કેવી રીતે બનવું, શિક્ષક તરીકે સફળતા શું છે, રમતો દ્વારા શિક્ષણ, જુદી- જુદી ભારતીય રમતો, બાળકના સર્વાંગી વિકાસમાં શિક્ષકનું શું યોગદાન હોઈ શકે વગેરે જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નિષ્ણાત તરીકે ડો. કૃણાલ પંચાલ, આસિસ્ટંટ પ્રોફેસર, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનીવર્સીટીએ, સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમ SVKM,ગાંધીનગર અને કડીની ગુજરાતી માધ્યમની શાળાઓના ડાયરેક્ટર પ્રો. ડો. વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં એમ. બી શાળાના પ્રિન્સીપાલ શ્રી નીરૂબેન પટેલ, જે. બી શાળાના પ્રિન્સીપાલ શ્રી નીવાબેન પટેલ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. શીતલ દિક્ષિત , આસિસ્ટંટ પ્રોફેસર , એસ.એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા કરાયેલ હતું.
