Blog
કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ
- ફેબ્રુવારી 24, 2025
- Posted by: admin
- Category: Uncategorized

ડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત એસ.એસ પટેલ બી.એડ કોલેજ, ગાંધીનગર તેમજ વાય .એસ. આર્ટસ & કે. એસ. કોમર્સ કોલેજ દેવગઢ બારીયાના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના સંચાલક શ્રી વિનુભાઈ મહેતા સાહેબ તથા તે કોલેજના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ ગોહિલ તેમજ એસ. એસ.પટેલ બી.એડ કોલેજના અધ્યાપકો ડૉ. તૃપ્તિબેન ઠાકર તથા શ્રી પ્રકાશભાઈ રબારી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને કોલેજ પછી તેમની કારકિર્દીમાં આગળ વધાવા માટે જુદા જુદા માસ્ટર ડિગ્રીના કોર્સ શિક્ષણ વિશારદ તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને વિવિધ વિષયોની માહિતી આપી હતી. સ્નાતક પછી શું? જેમા શિક્ષક એક ધર્મ છે . શ્રેષ્ઠ શિક્ષક કેવો હોવું જોઈએ. ગંગા નદી જેવી પવિત્ર સંસ્થાઓ આપણને ક્યાં જોવા મળશે. જે કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ .પૂજાબેન પટેલ તથા ડૉ . કાળુભાઇ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.

