Blog
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ.પટેલઈંગ્લીશ મીડિયમ બી.એડ.કોલેજ સેક્ટર-૨૩ તેમજ સંસ્કારભારતી સમિતિ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પ્રો.વીણાબેનપટેલના માર્ગદર્શન હેઠળ તા.૧૦/૦૭/૨૫ના રોજ સમાજમાં ગુરુનું મહત્વ કેવું છે?તે આજનો તાલીમાર્થી સમજે તે હેતુથીગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી.કાર્યક્રમના આરંભે ડૉ.તૃપ્તીબેન ઠાકરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંસ્થા અને કોલેજોનોપરિચય આપ્યો હતો.સદર કાર્યક્રમમાં તાલીમાર્થીઓએ ગુરુજનોને કંકુ તિલક કરી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખાસઉપસ્થિત રહેલા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી વસંતભાઈ ગઢવીએ(નિવૃત્ત I.A.S) આજે જેવા ગુરુ તૈયાર થશે તેવોજ ભાવિ સમાજઅને પેઢી તૈયાર થશે તેમ જણાવ્યું હતું.જાણીતા કવિ ક્રષ્ણ દવેએ પણ વિદ્યાર્થીઓને ગુરુ મહિમા સમજાવી વિવિધ કવિતાઓજેવી કે વાંસલડી ડોટ કોમ,વૃંદાવન ડોટ કોમ…નું પઠન કર્યું હતું. આ કાર્યક્રમમાં બંને કોલેજોના એચ.ઓ.ડી. ડૉ.સુનીતાબેનલીલાણી, ડૉ.કુસુમબેન યાદવ,અધ્યાપકો,ભૂપતભાઈ ચૈહાણ,દીપેન જોશી તેમજ સંસ્કાર ભારતી સમિતિના કાર્યકર્તાઓઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ડૉ.તૃપ્તી ઠાકરે કર્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ.અજયભાઈ રાવલે સંસ્થા પરિવારવતી ઉપસ્થિત સર્વેનો અભાર વ્યક્ત કર્યો હતો
