Blog
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ. એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ભાદોલ ગામમાં પ્રોફેસર વિણાબેન પટેલના માર્ગદર્શનમાં તારીખ 25/ 3 /25 ના રોજ NSS શિબિરનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. તેમાં ઉપસ્થિત સર્વેનું કંકોત્રી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. જેમાં પ્રાધ્યાપકશ્રી નરેન્દ્રભાઈ નાઈએ મહેમાનોનો પરિચય આપી, સાત દિવસ દરમિયાન કેવા-કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની છે તેની માહિતી આપી હતી. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ અને ડીન પ્રો.વીણાબેન પટેલે કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળનો પરિચય આપી સંસ્થાના કાર્યો વિશેની માહિતી આપી. ડો. રાજેન્દ્રસિંહ વાઘેલાએ NSS શિબિરમાં શું કરવું જોઈએ તેની માહિતી આપી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી શૈલેષભાઈ પટેલ, 42 ગામ કડવા પાટીદાર સમાજના મંત્રીશ્રી જયંતીભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, વાડી ભાઈ, ધર્મેન્દ્રસિંહ રાઠોડ ,ડો. સુનિતાબેન લીલાણી ,ડો. તૃપ્તિબેન ઉપાધ્યાય, શાળાના પ્રિન્સિપાલ શ્રી અને શિક્ષકો, જીગ્નેશભાઈ પટેલ ,તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વગેરેની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી મિતલબેન પરમારએ કર્યું હતું.
