Blog
ચિલ્ડ્રન રીસર્ચ યુનિવર્સીટી ગાંધીનગર અને ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટી ડેવલોપ મેન્ટ કાર્યક્રમ યોજાયો
- માર્ચ 13, 2026
- Posted by: admin
- Category: Uncategorized
ચિલ્ડ્રન રીસર્ચ યુનિવર્સીટી ગાંધીનગર અને ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ નવીનતાને વેગ આપવાના હેતુથી તા. 16/12/2025 થી 20/12/2025 સુધી “Empowering Educators for MOOC Development on Swayam Portal” વિષય પર નેશનલ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અધ્યાપકોને Swayam Portal પર Massive Open Online Courses (MOOCS) વિકસાવવા માટે જરૂરી શૈક્ષણિક અને ટેકનિકલ કુશળતાઓથી સજ્જ કરવાનો હતો. જેથી ભારત સરકારના ડિજિટલ યુનિવર્સિટી બનાવવા ના સ્વપ્નમાં ફાળો આપી શકે.આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ, SCERT ગુડગાંવ, વિવિધ કોલેજો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માંથી 40 ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ 5 દિવસના કાર્યક્રમ દરમિયાન કુલ 15 એક્સપર્ટ દ્વારા MOOC Related વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. નિષ્ણાતોએ જણાવ્યું કે NEP 2020 ના સંદર્ભમાં Swayam જેવી ડિઝિટલ પહેલ શિક્ષણને વધુ સુલભ અને ગુણવત્તાયુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.કાર્યક્રમ દરમિયાન 2 દિવસ BISAG-N માં પણ સેશન ગોઠવવામાં આવ્યા.ભાગ લેનાર અધ્યાપકોએ આ કાર્યક્રમને અત્યંત ઉપયોગી, માર્ગદર્શક અને પ્રેરણાદાયક ગણાવ્યો અને ભવિષ્યમાં પોતે પોતાના વિષયમાં MOOC કોર્ષ વિકસાવસે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.આ સમગ્ર કાર્યક્રમ FOE,KSV ના ડિન ડૉ. વીણાબેન પટેલ અને COR,CRU ના ડાયરેક્ટર ડૉ. સંજયભાઈ ગુપ્તા ના માર્ગદર્શન હેઠળ કોઓર્ડિનેટર ડૉ. હરિકૃષ્ણ પટેલ અને કુલદીપભાઈ પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવ્યો.
