Blog
ફેકલ્ટી ડેવલપમેન્ટ માટે છ-દિવસીય વર્કશોપ યોજાયો
- માર્ચ 13, 2026
- Posted by: admin
- Category: Uncategorized
ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય (KSV)ની ફેકલ્ટી ઑફ એજ્યુકેશને “MOOCs અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ (LMS) દ્વારા અસરકારક અધ્યયન-અધ્યાપન માટે કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિત સાધનોનો ઉપયોગ” વિષય પર છ-દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)નું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામ ફેકલ્ટી ઑફ એજ્યુકેશનના ડીનશ્રી પ્રો. ડૉ. વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો અને ડૉ. હરિકૃષ્ણ એ. પટેલ તેના કન્વીનર હતા. આ કાર્યક્રમમાં MCA વિભાગ, KSVના નિષ્ણાતોએ સેશન લીધા હતા. આ FDPમાં કડી અને ગાંધીનગરની B.Ed. કોલેજોમાંથી 26 ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. આ સભ્યોએ હેન્ડ્સ-ઓન વર્કશોપ અને ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ દ્વારા MOOCs, LMS અને AI સાધનોનો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરવો તે શીખીને શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓના પરિણામો સુધારવા પર ભાર મૂક્યો હતો.
Organized Six-day workshop for faculty development Faculty of Education, Kadi Sarva Vishwavidyalaya (KSV), Gandhinagar, successfully concluded a six-day Faculty Development Programme titled “Leveraging MOOCs and Learning Management Systems for Effective Teaching and Learning using AI-powered Tools.” Organized under the guidance of Prof. Dr. Veenaben Patel, Dean, Faculty of Education, KSV, and convened by Dr. Harikrishna A. Patel, the FDP featured expert sessions from the MCA Department, KSV. Around 26 faculty members from Kadi and Gandhinagar B.Ed. College participated in hands-on workshops and interactive discussions focused on integrating MOOCs, LMS platforms and AI tools to enrich pedagogy and enhance student learning outcomes.
