Blog
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ. એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ.પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ.કોલેજ સે.૨૩,ગાંધીનગરમાં પ્રો.વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળ તા.૨૧/૦૬/૨૫ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સદર કાર્યક્રમ તાલીમાર્થીઓને યોગ અને પ્રાણાયામની માહિતી મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે કડી સર્વ વિશ્વવિદ્યાલયના લક્ષ્ય ડીપાર્ટમેન્ટમાંથી ઉપસ્થિત રહેલા શ્રી ભાવિકભાઈ પંડ્યાએ કોલેજના તાલીમાર્થીઓને યોગ એટલે શું? યોગ કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી વિવિધ યોગાસનો,પ્રાણાયામ અને ધ્યાનની પ્રેક્ટીસ કરાવી હતી. આ કાર્યક્રમમાં બંને કોલેજોના એચ.ઓ.ડીશ્રી ડૉ.સુનીતાબેન લીલાણી,ડૉ.કુસુમબેન યાદવ તેમજ અધ્યાપકો જોડાયા હતા.આ કાર્યક્રમનું આયોજન એસ. એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના NSS ઓફિસર પ્રા.નરેન્દ્રભાઈ નાયી તેમજ કોલેજના યોગ વિભાગના ઇન્ચાર્જ ડૉ.તૃપ્તિબેન ઠાકર અને ડૉ.વિભાબેન દ્વિવેદીએ કર્યું હતું.
