Blog
સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી
- માર્ચ 13, 2026
- Posted by: admin
- Category: Uncategorized
કોઈ ટીપ્પણીઓ નહિ
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ.પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ.કોલેજ સેક્ટર-૨૩,ગાંધીનગરની કોલેજોમાં તા.05/02/26ના રોજ સ્પોર્ટસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વોલીબોલ,૧૦૦ મીટરની દોડ,ગોળા ફેંક,ક્રિકેટ,ખો-ખો,રસ્સા ખેચ,ચેસ,સંગીત ખુરશી,લીંબુ ચમચી જેવી જુદી જુદી રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જુદી જુદી રમતોમાં ભાગલેનાર વિદ્યાર્થીઓને ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના ડીન પ્રો.વીણાબેન પટેલ,બંને કોલેજોના એચ.ઓ.ડી. ડૉ.સુનીતા લીલાણી, ડૉ.કુસુમબેન યાદવ તેમજ અધ્યાપકોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ.શીતલ દિક્ષિત અને ડૉ.તોમ્બાસિંગે કર્યું હતું.
