Blog
સર્વ વિદ્યાલય કેળવણી મંડળની શાળા-કોલેજોના શિક્ષકદિન નિમિત્તે સન્માન સમારંભ યોજાયો
- સપ્ટેમ્બર 12, 2025
- Posted by: admin
- Category: Uncategorized
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગરની તમામ શાળા-કોલેજોમાં
ઉજવાયેલ શિક્ષકદિન નિમિત્તે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ શ્રેષ્ઠ શિક્ષક અને આચાર્યની ભૂમિકામાં રહ્યા હતા તે
તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવા માટે તા. 08-09-2025ના રોજ શેઠશ્રી ખીમજી વિશ્રામ
હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં આરંભે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું,
ત્યારબાદ કડી સર્વ વિશ્વવિદ્યાલયની કૉલેજો તેમજ સર્વ વિદ્યાલય કેળવણી મંડળની શાળાઓમાં 48 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષક
તરીકે પસંદ પામ્યા હતાં અને 34 વિદ્યાર્થીઓ આચાર્ય તરીકે રહ્યાં હતાં તેમને સર્ટિફિકેટ તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવામાં
આવ્યા હતા.ઉપરાંત જે વિદ્યાર્થીઓ આચાર્ય તરીકે રહ્યાં હતાં તેમણે “ડીજીટલ યુગમાં શિક્ષકની ભૂમિકા”-એ વિષય ઉપર
વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમાંથી પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સ્નાતક અને અનુસ્નાતક
એમ ચાર વિભાગમાં વિજેતા બનેલા વિદ્યાર્થી-આચાર્યોએ મંચ પરથી વક્તવ્ય આપ્યું હતું. આ સન્માન સમારંભમાં મુખ્ય
મહેમાન તરીકે કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રેસીડેન્ટશ્રી માનનીય વલ્લભભાઇ એમ.પટેલે એક દિવસ માટે શિક્ષક બનેલા
આચાર્યશ્રીઓ અને શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સારીરીતે ઘડવાનું કામ શિક્ષકજ કરે છે. આ
કાર્યક્રમનું આયોજન ફેકલ્ટી ઑફ એજ્યુકેશનના યજમાનપદે પ્રૉ. વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ
કાર્યક્રમમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના ડાયરેક્ટ(I/C) પ્રો. ગાર્ગી રાજપરા,ગાંધીનગર અને કડીની પ્રિ.પ્રાયમરી શાળાઓના
ડાયરેક્ટ ડૉ.કિરણબેન પટેલ, કેમ્પસની શાળા-કોલેજોના આચાર્યશ્રીઓ,એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજયુકેશનના
એચ.ઓ.ડી. ડૉ.સુનીતાબેન લીલાણી, કોલેજના અધ્યાપકોએ અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો
હતો.
