Blog
ફેકલ્ટી ઓફ એજયુકેશનમાં પ્રાર્થના સ્પર્ધા યોજાઈ
- August 5, 2025
- Posted by: admin
- Category: Uncategorized
No Comments
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ. પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ. કોલેજ સે.૨૩, ગાંધીનગરની કોલેજોના તાલીમાર્થીઓંના સર્વાંગી વિકાસ માટે તા.૦૨/૦૮/૨૦૨૫ ના રોજ ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના ડીન પ્રો. વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કુલ 11 મેન્ટર અધ્યાપકો મુજબ ગ્રુપ ના 52 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રાર્થનાઓ જેવી કે હે હંસ વાહિની…… ઇતની શક્તિ હંમે દેના દાતા….., જેવી સુંદર મજાની સંગીતમય રજૂઆત કરી હતી.
જેમાં તજજ્ઞ તરીકે શ્રી વરૂણભાઈ યાજ્ઞિક ઉપસ્થિત રહ્યા હતા. બી.એડ. ની વિદ્યાર્થી ની પ્રતીક્ષા બારોટ દ્વારા સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન લાઈબ્રેરિયન શ્રી સુરજીતસિંહ વાઘેલાએ કર્યું હતું.



