Blog
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સેક્ટર 23, ગાંધીનગરની એસ.એસ.પટેલ કોલેજ
ઓફ એજ્યુકેશન અને આર.એચ. પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ.કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
હતી.ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ પ્રસંગે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે,તેને
ધ્યાનમાં રાખીને કોલેજના તાલીમાર્થીઓ શિક્ષક દિનને સાર્થક રીતે ઉજવવામાં સફળ રહ્યા હતા.જેમાં એસ.એસ.પટેલ
કોલેજ ઓફ એજ્યુકેશનની તાલીમાર્થીની હર્ષ પટેલ બેસ્ટ ટીચર તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. બંને કોલેજોના
એચ.ઓ.ડી. ડૉ.સુનીતા લીલાણી અને ડૉ.કુસુમબેન યાદવે શિક્ષક બનેલા દરેક તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી
હતી.શ્રીમતી મનીષા પટેલતેમજ શ્રીમતી બિનીતા રાણા નિર્ણાયક તરીકે રહ્યા હતા. સમ્રગ કાર્યક્રમનું આયોજન ડૉ.તૃપ્તિ
ઠાકરે કર્યું હતું.
