Blog
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.એડ. કોલેજોમાં આવકારોત્સવ યોજાયો
- July 10, 2025
- Posted by: admin
- Category: Uncategorized
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ. એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર. એચ. પટેલ
ઈંગ્લીશ મીડિયમ બી.એડ. કોલેજ, સેક્ટર-૨૩, ગાંધીનગરમાં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓનું સ્વાગત કરવા માટે
તા.૦૭/૦૭/૨૦૨૫ ના રોજ આવકારોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રવેશ પામેલા તાલીમાર્થીઓને કંકુ તિલક કરી, મોઢું મીઠું કરાવી મંગલમય પ્રાર્થનાથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો
હતો. કાર્યક્રમના આરંભે ઉપસ્થિત રહેલા મહેમાનશ્રી નિલાંગ વ્યાસ સરે અભ્યાસ માટેની નિયમિતતા જણાવી શિક્ષકની
ખાસિયતો જણાવી હતી.સ્નેહાબેન પટેલે પણ તાલીમાર્થીઓને ક્લાસરૂમમાં નિયમિતતા વિશે માહિતગાર કર્યા હતા. ફેકલ્ટી
ઓફ એજ્યુકેશનના ડીન પ્રો.વીણાબેન પટેલે સર્વ વિદ્યાલય કેળવણી મંડળનો પરિચય આપી પૂજ્ય છગનભાના કર ભલા હોગા
ભલા તેમજ પૂજ્ય માણેકલાલ સાહેબના શિક્ષણ એજ સાચી સેવા ના સિદ્ધાંતને અનુસરતી સંસ્થાવિશે માહિતી આપી બંને
કોલેજોના અધ્યાપકોનો પરિચય કરાવ્યો હતો અંતે ડૉ.કુસુમબેન યાદવે ઉપસ્થિત સર્વેનો સંસ્થા પરિવાર વતી આભાર માન્યો
હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ.તૃપ્તિબેન ઠાકરે કર્યું હતું.

