Blog
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ. એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ.પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ.કોલેજ સે.૨૩,ગાંધીનગરમાં તાલીમાર્થીઓ માટે તા.૦૪/૦૭/૨૫ અને તા.૦૫/૦૭/૨૫ના રોજ બે દિવસીય રંગોળી વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિતરહેલા દીપેન જોશી સરે તાલીમાર્થીઓને રંગોળીની વિવિધ ડીઝાઇનો વિશે પ્રેકટીકલ કરાવી સમજ આપી હતી ત્યારબાદ તાલીમાર્થીઓએ જુદા જુદા વિષય પર વિવિધ રંગોળીઓ બનાવી હતી.આ વર્કશોપમાં ફેકલ્ટી ઓફ એજયુકેશનના ડીન પ્રો.વીણાબેન પટેલ બંને કોલેજોના એચ.ઓ.ડીશ્રી તેમજ અધ્યાપકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યુંહતું.આ સમગ્ર વર્કશોપનું આયોજન ડૉ.તૃપ્તી ઠાકરે કર્યું હતું.
